જામનગરમાં મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં યોજાયેલા બાલક પાલક સર્જનના અનોખા કાર્યક્રમમાં વાલીઓએ છાપકામ, મણકા પોરવડી સહિતની રમત-ગમતની મોજ માણી હતી. જામ્યુકોની આઇસીડીઅસ શાખામાં ચાલતી પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં બાળદિવસના ભાગરૂપે 3 થી 6 અને 2 થી 3 વર્ષના બાળકો અને વાલીઓને આંગણવાડીની પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રવૃતિથી માહિતગાર કરાયા હતાં. બાળકોના વાલીઓએ છાપકામ, ચીટક કામ, મણકા પોરવણી સહિતની મોનરંજન પ્રવૃતિની મોજ માણી હતી.
તદઉપરાંત બાળકોના વાલઓને બાળકોના વિકાસના 6 પાસા જેવા કે શારીરિક, બૌૈધ્ધિક, માનસિક, સર્જનાત્મક, ભાવનાત્મક અને રચનાત્મકની સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામામ્ં નાના ભૂલકા, વાલીઓ, આંગણવાડીના કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

