ચોમાસના પ્રારંભે જ ઝઘડિયાથી મુલદ સુધીનો 15 કીમીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહયો છે.સ્ટેચ્યુ ઓફ યુનીટીને જોડતો ગોવાલીથી નાનાસાંજા ફાટક સુધી રોડ બની રહયો છે જેના કારણે એકજ રોડ પર થી અવરજવર કરતા વાહનો ચાલુ છે પણ રસ્તો ખરાબ હોવાના કારણે ટ્રાફિક સમસ્યાઓ વધી છે.
ઝઘડીયા તાલુકામાં સામાન્ય વરસાદમાં સ્ટેટ હાઇવેનું ધોવાણ થયું છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જોડતો રસ્તો હોવાથી તેના પરથી પસાર થતાં રોજના હજારો વાહનચાલકો હાલાકી વેઠી રહયાં છેે.
દર વર્ષે રીપેરિંગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ વરસાદ શરૂ થતાની સાથે રસ્તાની તકલાદી કામગીરી સામે આવી જાય છે. થોડા દિવસો પહેલાં જ ઝઘડિયા સેવાસદનની કચેરી સામે માર્ગની સાઇડ પરથી માટી ધસી પડી હતી.
સ્ટેટ હાઇવે પર પડેલા ખાડાઓના લીધે ચાલકો સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા અનેક વાહનો અકસ્માતનો ભોગ બની રહયાં છે.હાલમાં ગોવાલી થી નાનાસાંજા સુધી રોડ બનાવવાની કામગીરી ચાલુ છે અને તેવામાં વરસાદ શરૂ થઇ જતાં રસ્તો ચીકણો બની ગયો છે.