છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના નિવૃત શિક્ષકોનો દ્વિતીય સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર નગરમાં આવેલ તાલુકા શાળા નંબર એક ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નિવૃત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાકેશભાઈ પટેલ, અવિનાશભાઈ રાઠવા,છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતસિંહ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ રમણભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર