જેતપુર પાવી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આપેલા આવેદનપત્રમાં જણાવેલ છે કે છેલ્લા એક અઠવાડિયાથી આધારકાર્ડ અને રેશનકાર્ડમાં કેવાયસી કરાવવા બાબતે હજારો લોકો પોતાનું રોજીંદુ કામકાજ બગાડીને તેમજ પૈસા બગાડીને સેવાસદનમાં ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ આધારકાર્ડ માં સુધારો થતો નથી, રેશનકાર્ડ માં કેવાયસીની કામગીરી સુવિધાઓના તદ્દન ધીમી ગતિએ ચાલી રહી છે.
જે બાબતે નમ્ર વિનંતી છે કે આ તમામ કામગીરી ઝડપથી થાય એ માટે કીટો તેમજ ઓપરેટર વધારવામાં આવે અને લોકોની મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ સાથે એક અઠવાડિયામાં તા 01/10/2024, બુધવાર સુધી માં આ બાબતે યોગ્ય પગલાં ન લેવામાં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે અથવા ઓફિસને તાળાબંધી કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
આ પ્રસંગે જેતપુર પાવી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જગાભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસના નેતા વિષ્ણુભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

