શહેરમાં છેલ્લા બે દિવસથી દક્ષિણ-પશ્ચિમની દિશાથી ઝડપી પવનો ફૂંકાતાં ગરમીમાંથી લોકોને રાહત મળી રહી છે. સોમવારે 17 થી 20 કિમીના પવન ફૂંકાતાં પારો 2 ડિગ્રી ઘટી 40 ડિગ્રી થયો હતો. શહેરમાં દિવસ બાદ રાત્રે પણ ઝડપી પવન ફૂંકાતાં ધૂળની ડમરીઓ ઊડી હતી.
ઉલ્લેખનિય છે કે, ઝડપી પવનોના કારણે અકોટા ચાર રસ્તા પર ગરમીમાં વાહનચાલકોને રાહત મળે તે માટે લગાવેલી ગ્રીન નેટ પણ ફાટી ગઈ હતી.રાત્રે તમામ નેટ હટાવી લીધી હતી.
હવામાન વિભાગ દ્વારા આવનારા 5 દિવસ માટે રાજ્યમાંથી હીટવેવની વોર્નિંગ પણ દૂર કરાઈ છે. જ્યારે શહેરમાં 25-30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. આવનાર દિવસોમાં તાપમાનમાં હજુ પણ 1-2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.
શહેરમાં સોમવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 40.6 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 29.8 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 61 ટકા અને સાંજે 46 ટકા નોંધાયું હતું. જ્યારે પશ્ચિમની દિશાથી 17 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.