Gujarat

બરોડાની ઇકો ફેસેલિટી મેનેજમેન્ટ કંપની દ્વારા મંદિરના પીળા પડી ગયેલા આરસ પથ્થરોને ચમકાવાની કામગીરી શરૂ

શક્તિપીઠ અંબાજી મંદિરનું મહત્તમ નવું જીણોદ્ધાર 1975માં કરવાની શરૂઆત થઇ હતી અને આખુ અંબાજી મંદિર સંગેમરમર એટલે કે આરસ પથ્થરથી ગળતર શરુ થયું હતું. આ મંદિર પૂર્ણ થયા બાદ મંદિરનો જીણોદ્ધાર મુખ્ય શિખરને સોનેથી પણ મઢવાની કામગીરી કરવામાં આવી હતી.

આ મંદિર અંબાજીમાં નીકળતા માર્બલમાંથી જ બનેલું મંદિર છે. પણ લગભગ છેલ્લા 50 વર્ષથી આ સંગેમરમર ઉપર સમય સાથે ધૂળ વરસાદ અને અનેક વાવાઝોડાના ડસ્ટથી મંદિરનો માર્બલ પીળોને કાળા ડાઘ વાળો થઇ ગયો છે.

ત્યારે બરોડાના એક માઈભક્ત અવારનવાર અંબાજી મંદિરે આવતા હતા અને તેમને આ મંદિરના સંગેમરમરની ચમક ફરી લાવવાનો મન બનાવી મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા કરી હતી.

આ મંદિરની તમામ સાફ સફાઈ પાવર વૉશ અને સ્ટીમ વોશ ટ્રીટમેન્ટ આપી માર્બલની ખરી ચમક ફરી લાવવાનો અંદાજે ખર્ચ 15 લાખ ઉપરાંતનો થવા જાય છે.

પણ બરોડાની ઇકો ફેસેલિટી મેનેજમેન્ટ કંપનીના ચેર પરસન હર્ષલભાઈએ નિઃશુલ્ક કામગીરી કરી આપવાની ખાતરી આપતા મંદિર ટ્રસ્ટે હાલ તબક્કે માર્બલની ફરી ચમક લાવવાની કામગીરી હાથ ધરી છે. જોકે આ કામગીરી 45 દિવસમાં પૂર્ણ કરવાની ખાતરી અપાઈ છે

અંબાજી મંદિરના જીણોદ્ધારને 50 વર્ષ થવા જઈ રહ્યા છે. ત્યારે અનેકો વખતના વરસાદ, વાવાઝોડાથી ડાઘવાળો માર્બલ ફરી તેની ઓરીજનલ ચમકમાં આવશે અને તેની ચમક જે પાવર વૉશ અને સ્ટીમ વોશથી કેમિકલ સાથેની ટ્રીટમેન્ટની અસર એકથી દોઢ વર્ષ સુધી ટકશે.

ત્યાર બાદ આજ કંપની ફરી ચોખ્ખું કરી આપવાની પણ ખાતરી અપાતા મંદિરના માર્બલની સફાઈ કામગીરી નિઃશુલ્ક બરોડાની કંપનીને સુપ્રત કરવામાં આવી છે.