યુવકે રડતા રડતાં કહ્યું મારો ભાઈ ખુબ સારો છે પરંતુ તે મારી સાથે વાત કરતો નથી. હું મારી ભત્રીજી સાથે વાત કરવા માગું છુ પરંતુ ગેમના કારણે કોઈ બોલતું નથી.વડીલો કહેતા હોય છે કે, દારુની લત જેને લાગી જાય તેનું જીવન બરબાદ થઈ જાય છે પરંતુ આજના સમયમાં ઓનલાઈન ગેમિંગની લતને સૌથી ખરાબ માનવામાં આવે છે. એટલા માટે કારણ કે, આ એક એવી લત છે. જેમાં લોકો લાલચમાં લાખો-કરોડો રુપિયા ગુમાવી દે છે.
હાલમાં એક યુવકનો આવો જ મામલો સામે આવ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, આ લતના કારણે તેના ઉપર ૯૬ લાખનો દેવું થઈ ગયું છે. એક પોડકાસ્ટમાં આ યુવકે પોતાની ગેમિંગની લત વિશે જણાવ્યું છે. જે સાંભળી તમે સૌ હેરાન રહી જશો. ત્નઈઈ પાસ કરનાર હિમાંશુએ રડતા રડતાં કહ્યું કે, તેને ઓનલાઈન ગેમિંગની એવી લત લાગી ગઈ હતી કે, પોતાના એન્જિન્યરિંગના અભ્યાસના પૈસા ઓનલાઈન ગેમમાં ગુમાવી દીધા હતા.
આ એક એવી લત છે જેના કારણે તેનો પરિવાર તેનાથી દુર થઈ ગયો છે. હવે તેના ભાવ પુછવાવાળું પણ કોઈ રહ્યું નથી. યુવકે કહ્યું તેની માતા શિક્ષક છે , તેના પર ૯૬ લાખનું દેવું થઈ જવાના કારણે પરિવારમાં કોઈ તેની સાથે વાત પણ કરતું નથી. યુવકે રડતાં રડતાં કહ્યું રસ્તામાં જાે મને કાંઈ થઈ જાય તો પણ ઘરના લોકો મને જાેવા આવશે નહિ.યુવકે જણાવ્યું કે તેણે આ ઓનલાઈન ગેમિંગ મામલામાં ઘણી છેતરપિંડી કરી છે અને લોકો પાસેથી પૈસા પણ લીધા છે.
હવે તેઓ પૈસા માંગે છે પણ મારી પાસે તેમને આપવા માટે કંઈ નથી. મારી પરિસ્થિતિથી નિરાશ થઈને મેં આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો પણ સફળતા મળી નહોતી. આ વીડિયો વાયરલ થતાં એક યુઝરે આ લતથી દુર રહેવાની સલાહ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, માત્ર ઓનલાઇન ગેમિંગ, કારણ કે ટ્રેડિંગ પણ લોકોને બરબાદ કરી રહ્યું છે. તો કોઈએ કહ્યું આ નશો દુરના નશાથી પણ ખતરનાક છે. આને જાણો કેટલા લોકોના ઘર બરબાદ કરી દીધા છે.

