તેમની રજુઆત માંગરોળ ઘારાસસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ સંકલન સમિતિની બેઠકમા ઉગ્ર રજુઆત કરતા પેશકદમી હટાવવાની કામગીરી જુનાગઢ જીલ્લા કલેકટર સાહેબ ની સૂચનાથી મામલતદાર રાજેશભાઈ પરમાર ની દેખરેખ હેઠળ પોલીસ સ્ટાફ સાથે સીટી તલાટી બાલુભાઇ મુછાળે કાર્યવાહી આરંભી,
તેમજ પીજીવીસીએલ કર્મચારીઓને બોલાવી મીટર તેમજ વાયરો પણ ઉતરાવી લેવામા આવેલ લોક મુખે એવુ ચર્ચાય છે કે આવી પેસકદમીઓ મા કયા પીજીવીસીએલ ના કયા અઘીકારીઓએ કયા આઘારે કનેકશન આપેલ છે તેની ઉપર પણ કડક કાર્યવાહી થવી જોઈએ તેથી આવા કનેકશનો આપવાની બીજીવાર કોઈ હીંમત કરે નહી,
છેલ્લા ઘણાં સમયથી પેશકદમી કરી સરકારી જગ્યાઓ ઉપર કબજો જમાવ્યો હતો અને આ બાબતે માંગરોળ પંથકમાં પેશકદમી હટાવવાની કામગીરી મામલતદાર માંગરોળ દ્વારા શરૂ કરવામાં આવી છે આથી ભુ માફીયાઓમા ફફડાટ ફેલાયો છે ….
હાલ માંગરોળ શહેરમાં શેખમીયા તળાવ પાસેની પેશકદમી દુર કરવા કામગીરી શરૂ કરવામાં આવી ….
જ્યારે હાલતો આ પેશકદમી હટાવવાની કામગીરી શરૂ કરી છે પરંતુ આવનારા દિવસોમાં હોમ મીનીસ્ટ્રીના આદેશ મુજબ માંગરોળ શહેરમાં અનેક સ્થળોએ પેશકદમી દુર થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે…..
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

