છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સૂચના મુજબ ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આધારે બોડેલીના જબુગામ,ધોકલિયા,થલકી ખાતેથી ખાન ખનીજ વિભાગની ટિમ દ્વારા સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન કરતા કુલ 3 ટ્રેકટરને ઝડપી પાડ્યા હતા.ખાન ખનીજ વિભાગે આશરે રૂપિયા 15 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરેલ છે. ખાન ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે. અને વધુ તપાસ હાથ ઘરેલ છે.

