સાવરકુંડલા તાલુકાના મોલડી ગામના ગ્રામજનોએ સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી સાવરકુંડલા તાલુકાના મોલડી ગામમાં મોટાભાગની સરકારી અને ગૌચરની જમીનો મોટા માથાઓ દ્વારા દબાણ કરીને હડફ કરી લેવામાં આવી છે જેના પરીણામે મોલડી ગામના રેઢીયાર માલ ઢોર તેમજ માલધારી સમાજના લોકો અને પશુપાલકો અન્ય લોકો પોતાના પશુઓને ચરાવવા માટે મુશ્કેલ બની ગયું છે ખરેખર તો દરેક ગામડામાં આવી સરકારી ગૌચરની જમીન માત્રને માત્ર પશુ માટે અને ગામના માલધારી સમાજના પશુઓને ચરાવવા માટે જ હોય છે પરંતુ સાવરકુંડલા તાલુકાના મોલડી ગામના અમુક ગૌચરની જમીનો રાજકીય પીઠબળને લીધે આવા મોટા માથાઓ ગામની ગૌચરની જમીન હડફ કરવાની હિંમત કરતા હોય છે. માલધારી સમાજની વેદનાને વાચા આપવા માટે આપની કક્ષાએથી તત્કાલ સાવરકુંડલા તાલુકાના મોલડી ગામમાં સર્વે કરાવી જે ગૌચરની જમીન દબાણ હેઠળ હોય તેને તાત્કાલીક ખાલી કરાવી અને જે વ્યકિતઓ એ ગૌચરની જમીનનું દબાણ કરેલ હોય તેની સામે ફોજદારી તથા કડકમાં કડક કાર્યવાહી કરવા મોલડી ગામના ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી તેમજ આ આવેદનપત્ર પત્રની નકલ સાવરકુંડલા લીલીયાના ધારાસભ્યને પણ પાઠવી હતી. એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
