Gujarat

સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની પૌત્રી ધાર્વિબેન પાંધીનો આજે જન્મદિવસ

સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની પૌત્રી ધાર્વિબેન પાંધીનો આજે જન્મદિવસ છે. ધાર્વિબેન આમ તો આજે પૂરા બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. ખૂબ નાની ઉંમર હોવા છતાં અતિ ચંચળ પ્રકૃતિ ધરાવે છે. અને દરેક બાબતની ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કરીને પોતાનો પ્રતિભાવ આપે છે.
આમ તેના દાદી (ગ્રાન્ડ મધર) ચંદ્રિકાબેનની ખૂબ જ લાડલી ધાર્વિબેન આજે કેક નહીં પરંતુ ચુરમાના લાડુ પ્રભુપ્રસાદ ધરાવી પોતાનો જન્મદિવસ મનાવશે. ધાર્વિબેનને તેમના પપ્પા પ્રિયંકભાઈ, મમ્મી રશ્મિતાબેન, ફઈબા ડિંપલબેન, ફુવા જતીનભાઈ તેમજ ધાર્વિબેનની અતિ લાડલી જૈનીબેન તેમજ તેના નાના પ્રવિણભાઈ, નાની ગીતાબેન સમેત તમામ સ્નેહીજનોએ જન્મદિવસની ખોબલે ખોબલે શુભકામના પાઠવી છે.
બિપીન પાંધી  સાવરકુંડલા