Gujarat

સાવરકુંડલાનાં રઘુવંશી અગ્રણી રાજુભાઈ શીંગાળાનો આજે જન્મદિવસ

શહેર તેમજ જિલ્લાભરનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
અમરેલી જિલ્લા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના મહામંત્રી, સાવરકુંડલા શહેરના વેપારી મહામંડળના કાર્યકારી પ્રમુખ, રોગી કલ્યાણ સમિતિ સાવરકુંડલા (કે.કે. હોસ્પિટલના સદસ્ય તથા સાવરકુંડલા લોહાણા મહાજનનાં ટ્રસ્ટી એવાં સાવરકુંડલા શહેરનાં લોહાણા અગ્રણી અને શહેરનાં પૂર્વ નગરપાલિકા સદસ્ય રાજુભાઈ શીંગાળાનો આજે જન્મદિવસ છે. આજરોજ તેઓ ત્રેસઠ વર્ષ પૂર્ણ કરીને ચોસઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
ત્યારે તેમનો ટૂંકો પરિચય એટલે આમજનતાના સુખદુઃખનાં સમ્યક્ ભાગીદાર. સમાજમાં નાનામાં નાના માણસનું કોઈ પણ કામ ખૂબ ચોક્કસાઈ પૂર્વક કરતાં જોવા મળે છે તેમજ  સાવરકુંડલા શહેરનાં પાયાનાં પ્રશ્નો પણ ઉકેલવામાં ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે. સ્વભાવે ખૂબ વિનમ્ર, પ્રામાણિક અને નિષ્ઠાવાન હોવાથી લોકોમાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે.ખૂબ જ મિતભાષી, મિલનસાર હોય અને લોકો સાથે આત્મીય ભાવથી સંકળાયેલા હોય આમ જનતામાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે. તેમનાં લોકભોગ્ય કાર્યો દ્વારા તેમની સેવાની સુવાસ સમગ્ર શહેરમાં જ નહીં પરંતુ અમરેલી જિલ્લાના નાના ગામડાંઓ સુધી ફેલાયેલ જોવા મળે છે. આ ઉપરાંત વેપારી અગ્રણી હોવાના નાતે વેપારીઓનાં નાનામાં નાના પ્રશ્નો ઉકેલવા ભારે જહેમત ઉઠાવતાં જોવા મળે છે
આજે તેમના જન્મદિવસ નિમિત્તે જિલ્લાભરનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે.વળી આમજનતાના મોટાભાગના પ્રશ્નો અને
સમસ્યાઓથી વાકેફ, હોય તેમના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આમ ગણીએ તો તે પોતે અદના આદમીનો જાણે અરિસો જ જોઈલો..! સામાજિક, ધાર્મિક, રાજકીય, આર્થિક અને આરોગ્યક્ષેત્રે પણ હમેશાં અગ્રેસર રહેતાં રાજુભાઈ ખાસ કરીને વેપારી સમાજમાં તો ખૂબ જ લોકપ્રિય છે કારણ  વહીવટી તંત્ર પાસે કામ લેવાની તેની કૂનેહ પણ દાદ માંગી લે તેવી છે.
ખાસ નોંધનીય બાબત એ છે કે હાલમાં જ સાવરકુંડલા મહાપ્રભુજી બેઠકજી ખાતે યોજાયેલ અખંડ ભૂમંડલાચાર્ય જગદ્દ ગુરૂ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટય પીઠ શ્રી વલ્લભ અનુગ્રહ મહોત્સવના સફળ સંચાલન તથા આયોજનમાં પણ રાજુભાઈ શીંગાળાનું મહત્વનુ યોગદાન રહ્યું હતું. તેમના જન્મદિવસ નિમિત્તે શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા જન્મદિવસની અઢળક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે
બિપીન પાંધી