Gujarat

સાવરકુંડલા શહેરના હાર્દસમાં વિસ્તાર લીંબડી ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી વેપારીઓ તેમજ રાહદારીઓને મુશ્કેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં વેપારીઓ દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી….
આગામી દિવાળીના તહેવારો નજીક હોય ટ્રાફિક નિયમન પણ જરૂરી હોય એ સંદર્ભે શહેરીજનો માટે યોગ્ય ટ્રાફિક નિયમન પણ જરૂરી છે.
સાવરકુંડલા શહેરમાં આવેલ લીંબડી ચોક વિસ્તારમાં સવારથી સાંજ સુધી આડેધડ વાહનો પાર્કિગ કરી દેવામાં આવતાં વેપારીઓ તેમજ રાહદારીઓને કાયમી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારી મિત્રો તેમજ રાહદારીઓ દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત રજુઆત કરવામાં આવી..
લીંબડી ચોક પર અનેક દુકાનો આવેલ છે તેમજ આ ચોક પરથી ધાર્મિક સ્થળો જુમ્મા મસ્જિદ, હવેલી શેરી, પોલીસ ક્વાર્ટર તેમજ મણીભાઈ ચોક વિસ્તારમાં જવા માટેના રસ્તાઓ આવેલા છે અને આ વિસ્તારોમાં રહેતા રહીશોને અવર જવર માટે લીમડી ચોક પરથી પસાર થવું પડતું હોય છે પરંતુ આ ચોક પર સવારથી લઈ સાંજ સુધી આડેધડ વાહનો પાર્કિંગ કરી લોકો જતાં રહે છે
ત્યારે રાહદારીઓ તેમજ ત્યાંના રહીશોને પસાર થવું એ મહા મુસીબત બની ગઇ છે આ સમસ્યામાંથી કાયમી ધોરણે છુટકારો મેળવવા આડેધડ પાર્કિંગ થતા વાહનો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવે જેથી આડેધડ પાર્કિંગ થતા વાહનો દુકાનદારો તેમજ રાહદારીઓને બાધારૂપ ન બને આવી માંગણી સાથે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત રજુઆત કરવામાં આવેલ હતી.
બિપીન પાંધી