Gujarat

દ્વારકાના ધારાગઢ ગામની કરુણ ઘટના; જામનગરના પરિવારે રેલવે ફાટક પાસે જઈ ઝેરી દવા ગટગટાવી

દ્વારકાના ધારાગઢ ગામે જામનગરના એક જ પરિવારના 4 સભ્યએ રેલવે ફાટક પાસે જઇ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કર્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે. જેઓના મૃતદેહ નાના એવા ધારાગઢ ગામ પાસેથી મળી આવતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી.

પોલીસે ઘટનાસ્થળ પર જઈ ચારેય લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે કલ્યાણપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે તથા આપઘાત કરવાનું કારણ જાણવા ચારે દિશામાં તપાસ હાથ ધરી છે.

પોલીસે લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી

જામનગરનાં માધવબાગ-1માં રહેતાં એક જ પરિવારના ચાર સભ્યો ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. જેઓના મૃતદેહ નાના એવા ધારાગઢ ગામ પાસેથી મળી આવતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળ પર જઈ ચારે લાશનો કબજો મેળવ્યો હતો. જે બાદ ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કલ્યાણપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હાલ પોલીસે આપઘાત કરવાનું કારણ જાણવા ચારે દિશામાં તપાસ હાથ ધરી છે. નાના એવા ધારાગઢ ગામમાં એકી સાથે એક જ પરિવારના ચાર લોકોના આપઘાતથી લોકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે તથા અનેક તર્ક વિતર્કોએ જન્મ લીધો છે.