નાલસા તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની ગાઇડલાઇન અન્વયે ના. અધ્યક્ષ સાહેબની સૂચના મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમરેલી દ્વારા અમરેલી, બાબરા, બગસરા, લાઠી, લીલીયા, ધારી, સાવરકુંડલા, વડીયા, રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના પેરા લીગલ વોલન્ટીયર્સની ટ્રેનીંગનું આયોજન ગતરોજ તારીખ ૨૬-૪-૨૪ને શનિવારે સવારે ૯-૧૫ થી બપોરે ૪-૩૦ સુધીની એક દિવસીય ટ્રેનિંગનું આયોજન અમરેલી ખાતે એ. ડી. આર. સેન્ટર ખાતે કરવામાં આવેલ.

આ ટ્રેનિંગ દરમિયાન નાસ્તા ચા પાણી અને બપોરના સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વકતાઓ દ્વારા કાનૂની સમજ વિશે ઉપસ્થિત વોલન્ટીયર્સને વિસ્તૃતમાં માહિતી પ્રદાન કરવામાં આવી. સમગ્ર ટ્રેનિગ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત પેરા લીગલ વોલન્ટીયર્સ દ્વારા ઉપસ્થિત વકતાઓને વિવિધ પ્રશ્ર્નો પૂછીને વકતાઓ પાસેથી સંતોષકારક પ્રત્યુત્તર પણ મેળવવામાં આવ્યા હતાં.

ટ્રેનિંગનો મુખ્ય ઉદ્દેશ પેરા લીગલ વોલન્ટીયર્સ દ્વારા લોકોમાં પ્રવર્તમાન કાનૂન સંદર્ભે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે એ પણ ગણી શકાય. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કર્મચારી ગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. પેરા લીગલ વોલન્ટીયર્સની ટ્રેનીંગ પૂર્ણ થયે ઉપસ્થિત તમામ પેરા લીગલ વોલન્ટીયર્સને આઇકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બિપીન પાંધી

