છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ઉમેદવારો સરકારી નોકરી પર લાગ્યા છે. અને જેઓના વિશ્લેષણ સમિતિની અંદર જાતિના ખરાઈ માટે જે કેસો પેન્ડિંગ છે. એનું નિરાકરણ લાવવા માટે છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને જિલ્લાના ત્રણેય ધારાસભ્યોએ મંત્રી કુબેર ડીંડોરને રજૂઆત કરી હતી.
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ઉમેદવારો જેવો સરકારી નોકરી પર લાગ્યા છે. અને તેઓના વિશ્લેષણ સમિતિની અંદર જાતિના ખરાઈને લઈને કેસો પેન્ડિંગ છે. જેનું જલદી નિરાકરણ આવે એ માટે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લાના ત્રણેય ધારાસભ્યો રાજેન્દ્રસિંહ રાઠવા, અભેસિંહ તડવી, જયંતીભાઈ રાઠવા એ ગાંધીનગર ખાતે મંત્રી કુબેર ડીંડોરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી.
આ અંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ જણાવ્યું હતું કે અમે છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ત્રણેય ધારાસભ્યોએ છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી ઉમેદવારો જેવો સરકારી નોકરી પર લાગ્યા છે. પરંતુ તેઓને વિશ્લેષણ સમિતિ ની અંદર જાતિના ખરાઈને લઈને કેસો પેન્ડિંગ છે. જેનું જલ્દી નિકાલ થાય એ માટે અમે લોકોએ મંત્રી કુબેર ડીંડોરને રજૂઆત કરી હતી. અને મંત્રી કુબેર ડીંડોરે ખાતરી પણ આપી છે. કે આ પ્રશ્ન છે. તેનું જલદી નિરાકરણ આવશે.
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ વધુમાં જણાવ્યું હતું કે મને છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવારોએ રૂબરૂ મળીને આ બાબતે રજૂઆત કરી હતી. એ રજૂઆતને ધ્યાનમાં લઈને ગાંધીનગર ખાતે અમે લોકો સાંસદ અને ત્રણેય ધારાસભ્યોએ મંત્રીને રજૂઆત કરી છે.
એટલે હવે કહી શકાય કે જે જાતિના ખરાઈ માટે જે છોટાઉદેપુર જિલ્લામાં પ્રશ્ન છે. તેનું નિરાકરણ આવશે. તેવું ધારાસભ્ય અને સાંસદની રજૂઆત પરથી લાગી રહ્યું છે.

