તારીખ ૨-૯-૨૪ ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી .ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં કોલેજના દાતા સ્વ.શ્રી ધીરુભાઈ ઘેલાણીની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો ,જેમાં તેમના વિશે વક્તવ્ય પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબ તથા પ્રા. છાયાબેન શાહે આપ્યું ,શ્લોક ગાન પ્રા. ડો.પ્રતિમાબેન શુક્લે કર્યું.

કોલેજની વિદ્યાર્થીનીઓ તથા સ્ટાફ તથા નુતન કેળવણી મંડળના પ્રમુખ,ઉપપ્રમુખ, મેનેજીંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટીશ્રીઓ દ્વારા પણ તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા.
બિપીન પાંધી

