ગત તારીખ ૬/૧૨/૨૦૨૪ ના રોજ સિદ્ધાર્થ એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સહારા સાર્વજનીક કુમાર છાત્રાલય દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરના મહા પરીનિર્વાણ દિવસ તથા સામાજીક સમરસતા દિવસ નિમિત્તે કેશોદ ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને હાર તોરા કરી અને મીણબતી પ્રગટાવી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી.
આ તકે સંસ્થાના ટ્રસ્ટીશ્રી વિપુલભાઈ ચુડાસમા, વિકાસ બળવા, ભીમજીભાઈ ચુડાસમા, પંકજ બળવા તથા છાત્રાલયના ગૃહપતિ મિલિન્દકુમાર, વિજયભાઈ ચુડાસમા, ચિરાગભાઈ ખાણીયા તેમજ સુભાષભાઈ વાળા વગેરે હાજર રહ્યા હતા.
રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

