છોટાઉદેપુરના નવાપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી લો વોલ્ટેજની સમસ્યા પ્રજાને સતાવી રહી છે. પંખા ધીરા ફરવા, દિવસ દરમ્યાન એસી ના ચાલવા અને લાઈટો ના ઝબકારા જેવા પ્રશ્નો ને કારણે ઉનાળા જેવી સીઝનમાં પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે.
જ્યારે હાલમાં ભર શિયાળે પણ ગીઝર અને પાણીની મોટર ન ઉપડવાના કિસ્સા જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી લો વોલ્ટેજ ની આ સમસ્યા થી સ્થાનિક પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. જે બાબતે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.
છોટાઉદેપુર નવાપુરા વિસ્તારમાં ઉપરોક્ત લો વોલ્ટજ ની સમસ્યા ના કારણે ચાર વર્ષ પહેલાં સ્થાનિક નગરજનો દ્વારા તત્કાલીન નગર પાલિકા પ્રમુખ નેહાબેન જયસ્વાલને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત ના પગલે પાલિકા પૂર્વ પ્રમુખ એ એમજીવીસીએલ અને પૂર્વ ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી.
જે ભલામણને કારણે એમજીવીસીએલ દ્વારા હકારાત્મક અભિગમ મળ્યો હતો અને નવુ ડીપી મુકવામાં આવશે તેવી વાત થઈ હતી પરતું સદર બાબતે હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી અને પરિસ્થિતિ જે છે તેની તે જ જોવા મળી રહી છે. આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? જે એક પેચીદો પ્રશ્ન બન્યો છે.
છોટાઉદેપુર નગર પાલિકા પૂર્વ પ્રમુખ નરેનભાઈ જયસ્વાલે જણાવ્યું હતું. કે અગાઉ ના સમયમાં પૂર્વ ધારાસભ્ય સમક્ષ અને એમ જી વી સી એલ સમક્ષ નવાપુરા માં લો વોલ્ટેજ વીજ સમસ્યા બાબતે રજુઆત કરી હતી અને તેનો હકારાત્મક પ્રતિઉત્તર પણ મળ્યો હતો પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ પગલાં ભરાયા નથી. નવાપુરા વિસ્તારમાં નવું ડી પી મુકવામાં આવે તેવી અમારી માંગ છે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર