નહિવત ઘરાકીના કારણે વેપારીઓમાં ભારે નારાજગી
છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં છેલ્લા 5 દિવસથી ફટાકડાની દુકાનો લાગી ગઈ છે. પરંતુ અત્યાર સુધી કોઈ ઘરાકી નીકળી નથી. જેના કારણે દિવાળીમાં ફટકડાનો ધંધો કરી દિવાળીમાં ફાયદો થશે. તેમ વિચારીને માલ ભરી લેતા વેપારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. જ્યારે દિવાળીને 2 દિવસ બાકી છે. ત્યારે ફટકકડા સહિત અન્ય બજારોમાં પણ કોઈ રોનક દેખાતી નથી.

આજ હાલત કપડાં બજાર, સોની બજાર, તેમજ અન્ય બજારોની છે. બજારોમાં કોઈ ઘરાકી જોવા મળતી નથી. જેના કારણે બજારો ભારે સુમસામ જોવા મળી રહ્યા છે. જેના કારણે ભારે મૂંઝવણ જોવા મળી રહી છે. જ્યારે હવે ધન તેરસ અને કાળી ચૌદશ ની ઘરાકી થશે તેવી આશા વેપારીઓમાં બંધાઈ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

