છોટાઉદેપુર જિલ્લામાં નસવાડીમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા કુકાવટી રોડ પર દુકાનો અને ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા. નસવાડી ગ્રામ પંચાયતના ગટરો માંથી પાણીનો નિકાલ ન થતા સમસ્યા સર્જાઈ હતી. દસ દુકાનો, પાંચ ઘરોમા પાણી ભરાયું હતું.
હજુ વરસાદ ધોધમાર પડી રહ્યો હોય વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

