Gujarat

રાજકોટમાં ડેન્ગ્યુંનાં કારણે છેલ્લા ૭૨ કલાકમાં બે લોકોનાં મોત

રાજ્યમાં ડેન્ગ્યું ના કેસોમાં વધારો થતાં જાેવા મળી રહ્યો છે સાથેજ તંત્ર દ્વારા પણ પગલા લેવાઈ રહ્યા છે તેમ છત્તા, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ રોજ ઓપીડીમાં લાંબી લાઈનો લાગે છે રાજકોટ શહેરમાં રોગચાળઓ વકર્યો છે જેમાં ડેન્ગ્યુંથી ૨ લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે.ડેન્ગ્યુથી ૨૧ વર્ષના યુવક અને ૧૦ વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન નિપજયું મોત,હાલમાં આરોગ્ય વિભાગે સમગ્ર વાતને લઈ તપાસ હાથધરી છે તેમજ જે વિસ્તારમાં મૃતકો રહેતા હતા તે વિસ્તારમાં દવાનો છંટકાવ અને ફોંગિંગની કામગીરી પણ કરાઈ છે.

હાલમાં રાજયમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે,બપોરે ગરમી તેમજ વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે,રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ રોજ ઓપીડીમાં લાંબી લાઈનો લાગે છે,રાજકોટ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર રાજકોટમાં હાલ ફોંગિગની અને દવાની છંટાકાવ કામગીરી શરૂ કરી છે.ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા ૭થી ૧૦ દિવસનો સમય લાગે છે.

મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્?૫તિ વધી જાય છે. ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે, આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. દુનિયાના ૫૦% લોકો આ રોગ થવાના જાેખમમાં રહે છે. ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે જીવલેણ નીવડે છે.

વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી ૨૦ મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જાેઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.