સાવલી-ઉદલપુર રોડ પર ધોરેશ્વર મહાદેવ મંદિર પાસે બે બાઈકની સામ સામે ધડાકાભેર ટક્કર થઈ હતી રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના સાવલી ટીંબા રોડ પર બે બાઈકો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. સાવલી-ઉદલપુર રોડ પર ધોરેશ્વર મહાદેવ મંદિર પાસે બે બાઈકની સામ સામે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં બન્ને યુવાનોના મોત નિપજ્યા હતા.બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. બન્ને મૃતકો એકજ ગામના હોવાનું સામે આવ્યું છે.
યુવકોના મોતના પગલે પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે ૩૦ વર્ષીય કંચન સોલંકી નોકરી પરથી છૂટીને બાઈક પર પોતાના ઘર તરફ આવી રહ્યાં હતા. બન્ને યુવાનો એક જ ગામના રહેવાસી હતા. મળતા અહેવાલ પ્રમાણે એક યુવાન નોકરીથી ઘરે પરત જઈ રહ્યો હતો, અને બીજાે યુવાન કામ અર્થે સાવલી જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ દુર્ઘટના સ્થળ પર પહોંચી હતી અને બન્ને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.
અકસ્માત થયો હોવાની જાણ થતાં આસપાસના સ્થાનિકો આવી પહોંચ્યા હતા અને બનાવ અંગે સાવલી પોલીસને જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં સાવલી પોલીસ પહોંચી હતી. બન્ને યુવકોના મૃતદેહોને પીએમ અર્થે સાવલી જનમોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવમાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનનાર બન્ને બાઇક સવાર એક જ ગામના હોવાનું સામે આવ્યું છે. યુવકોના મોતથી પરિવાર અને ગ્રામજનો શોકમાં ગરકાવ થયા છે.

