Gujarat

હાપા લાખાસર ગામ નજીક બલેનો કાર પલટી મારતા બે યુવાનોના મોત, હરીપર ગામ નજીક મુસાફરો ભરેલી ઈક્કો કાર પલટી મારી જતા અડધો ડઝન મુસાફરો ઘવાયા

હાપા લાખાસર ગામ નજીક બલેનો કાર પલટી મારતા બે યુવાનોના મોત…

ખંભાળિયા નજીકના હાપા લાખાસર વિસ્તારમાં બપોરે બે યુવાનો સાથેની મોટરકાર અકસ્માતગ્રસ્ત થતા તેમાં સવાર બંને યુવાનોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા.

આ કરુણ બનાવવાની વિગત એવી છે કે ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલી સોરઠીયા વાડી નજીક રહેતા શ્યામ નારણભાઈ ધારાણી નામના 22 વર્ષના યુવાન તેમના મિત્ર કૈલાશ નાથાભાઈ ધામેચા (ઉ.વ. 26, રહે. વાછરા ડાડાના મંદિર પાસે, શક્તિનગર)ને સાથે લઈને તેમની જી.જે. 37 બી. 8181 નંબરની મારુતિ બલેનો મોટરકારમાં ખંભાળિયા તરફ આવી રહ્યા હતા.

ત્યારે આજરોજ બપોરે આશરે અઢી વાગ્યાના સમયે ખંભાળિયા – લાલપુર માર્ગ પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર હાપા લાખાસર ગામે પહોંચતાં પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક જઈ રહેલી આ બલેનો કાર પર તેના ચાલક શ્યામ ધારાણીએ કાબૂ ગુમાવી દીધો હતો. જેના પરિણામે આ કાર પલટી ખાઈ ગઈ હતી.