આકાશમાં કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું…હાલ વરસાદ શરૂ છે…ગરમી માથી રાહત ઠંડક પ્રસરી..1 ઇંચ થી વધુ વરસાદ ખાબકયો.
ઉના ગીરગઢડા પંથકનાં છેલ્લાં લાંબા સમયના વિરામ બાદ ગઇ કાલે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને સમી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અને રાત્રીનાં પણ ધીમીધારે વરસેલ ત્યારે આજે વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો આવતા ઉના અને ગીરગઢડા સહિત તાલુકાનાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી મેધરાજા મનમૂકીને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસ્યા હતા. સાંજ સુધીમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

લાંબા સમયથી ભારે ગરમીના ઉકળાટ બાદ છેલ્લા બે દિવસ થી ઠંડક પ્રસરી છે. વરસાદી માહોલ વચ્ચે આકાશમાં કાળાડિબાંગ વાદળોથી આકાશ ઘેરાઈ ગયું હતું. જેથી દિવસ દરમ્યાન રાત પડી હોય તેવાં દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંય ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
ઉના, ગીરગઢડા, મોઠા, દેલવાડા, રાજપરા, ધોકડવા, સામતેર, ખાપટ , વડવિયાળા, નવાબંદર, ગરાળ, ઊમેજ, કેસરીયા, સહીત અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જે સાંજ સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

