જૂનાગઢના લોકલાડીલા સાંસદ રાજેશભાઈ ચુડાસમાનાં માર્ગદર્શન નીચે ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી મંથનભાઈ ડાભી* દ્વારા વિકાસને વેગ આપવા માટે *મુખ્યમંત્રીશ્રી તથા કમિશનરને* રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને સફળતા મળતા ચોરવાડ શહેરની સાફ-સફાઈને લઈને અલગ અલગ જગ્યાએ સ્વચ્છતા પોઈન્ટ બનાવવામાં આવેલ છે, તથા ભૂગર્ભ ગટર સાફ-સફાઈ અને મેન્ટેનન્સ વર્ક કરવા માટે *ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) દ્વારા સ્પેશિયલ મોટું વેક્યૂમ મશીન ફાળવવામાં આવેલ છે.* જેના પગલે આગામી દિવસોમાં ચોરવાડ શહેરની સ્વછતામાં વધારો થશે, અને ચોરવાડ વિસ્તારમાં વિવિધ જગ્યાઓએ વિકાસના કામ જોર શોરથી ચાલી રહ્યું છે..
રિપોર્ટર વિમલ રાય કુંડલીયા