માંગરોળ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શીલ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ. વિરલ વાઘેલાસાહેબ ના માર્ગદર્શન હેઠળ અને ખીલખીલાટ ની ટીમના સહયોગથી ડૉ. સચિન કરમટા મેડિકલ ઓફિસર શીલ અને ટીમ શીલ દ્વારા સગર્ભા આરોગ્ય તપાસણીના મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સ્ત્રી રોગ નિષ્ણાંત દ્વારા આશરે 125+ સગર્ભા ની આરોગ્ય તપાસણી કરવામાં આવી. જેમાં બીપી,ડાયાબિટીસ,વજન, ઉંચાઈ, બી એમ આઈ, ANC PROFILE તથા સગર્ભાના આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી અને આવેલ તમામ સગર્ભામાતા ને ન્યુટ્રીશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું.આ સમગ્ર કેમ્પનું મેનેજમેન્ટ તથા સંચાલન ડૉ. હેતલબેન ડોડીયા, શીલ આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર નરેન્દ્રભાઈ ચાવડા તથા હંસાબેન ઘોડાદ્રા દ્વારા ખુબ સરસ રીતે કરવામાં આવ્યું હતું.

