Gujarat

જામજોધપુર ખાતે “વેસ્ટ ટુ આર્ટ” એક્ઝિબિશન હેઠળ

વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી શાળામાં સ્વચ્છતાનો સંદેશો અપાયો

એક્ઝિબિશનમાં ૨૭ વિદ્યાર્થીઓએ વિવિધ રીયુઝેબલ વસ્તુઓ બનાવી લોકોમાં આકર્ષણ જમાવ્યું

“સ્વચ્છતા હિ સેવા” અભિયાન હેઠળ દેશભરમાં વિવિધ જગ્યાઓએ અનેક જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૪ની સ્વચ્છતા અભિયાનની “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” થીમ હેઠળ જામજોધપુર ખાતેની ઉડાન શૈક્ષણિક સંસ્થા ખાતે “વેસ્ટ ટુ આર્ટ” એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું.

આ એક્ઝિબિશનમાં ૨૭ વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને લોકોને આકર્ષિત કર્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ ગાર્બેજ રીસાયકલીંગ, રેઇન વોટર ફિલ્ટર પ્લાન્ટ, વોટર સોલાર એનર્જી પ્રોજેક્ટ, વિન્ડ ફાર્મ, વોટર સાયકલ, બેટરી પાવર્ડ રેફ્રીજરેટર, ગ્રીન સીટી- ક્લીન સીટી, હાઈડ્રો પાવર પ્લાન્ટ, ફલાવર પોટ સહીતની ૨૭ વસ્તુઓ બનાવી હતી. તેમજ આ તકે “સ્વચ્છતા હિ સેવા” અંતર્ગત સ્વચ્છતા સંદેશો આપવામાં આવ્યો હતો. આ વસ્તુઓને શાળાના અન્ય વિદ્યાર્થીઓએ, વિદ્યાર્થીઓના વાલીઓએ