કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને તેમના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની સૂચના મુજબ સાવરકુંડલા શહેર તેમજ તાલુકા ભાજપ સંગઠન દ્વારા માનવમંદિર ખાતે મનોરોગી બહેનોને મીઠાઈ પીરસવામાં આવેલ
આ પ્રસંગે માનવ મંદિરના અંશુ ગુપ્તાના માધ્યમથી તેણીના મધુર કંઠે અમિતભાઈને તેમના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.
સા વરકુંડલા માનવમંદિર ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના શહેર તાલુકાના કાર્યકર્તા દ્વારા માનવમંદિરની મનોરોગી બહેનોને અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે મીઠાઈનું વિતરણ કરવામાં આવેલ. આ તકે અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ તેમજ શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા, નગરપાલિકા સદસ્યશ્રી તથા સંગઠનના કાર્યકર્તાઓ સાથે રહીને માનવમંદિર ખાતે રૂબરૂ મુલાકાત કરીને સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની સૂચના મુજબ માનવમંદિરના મનોરોગી બહેનોને મીઠાઈ પીરસવામાં આવેલ. ઉપસ્થિત તમામ કાર્યકર્તાને માનવમંદિરના ભક્તિરામબાપુ દ્વારા આવકારી સ્નેહભર્યું સ્વાગત કરવામાં આવેલ. અહીં નોંધનીય વાત એ હતી કે માનવમંદિર આશ્રમમાં આશ્રય લઈ રહેલી મનોરોગી બહેન અંશુ ગુપ્તાએ અમિતભાઈ શાહને તેમના મધુર અવાજમાં જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ દ્વારા પણ અમિતભાઈ શાહને જન્મદિવસ નિમિત્તે આશિર્વાદ પાઠવવામાં આવેલ.
બિપીન પાંધી

