Gujarat

ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખનાં નિવેદનથી ખળભળાટ

કોંગ્રેસ ગુજરાતમાં વર્ગ વિગ્રહ કરવાની કોશિશ કરી રહી છે : પ્રશાંત કોરાટ

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ ઉઠી છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણથી ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ છે. તો બીજી બાજુ વિરોધના વંટોળ વચ્ચે અનેક રાજકીય નેતાઓેએ પરસોત્તમ રૂપાલાની પડખે આવ્યા છે. પાટીદારો પણ રૂપાલાના તરફેણમાં છે. ત્યારે વડોદરામાં ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટનું એક નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.

વડોદરામાં ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટનું મોટું નિવેદન આપ્યું છે. તેમણે રૂપાલા વિવાદમાં ક્ષત્રિય આંદોલનને લઇને નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. કોંગ્રેસ ગુજરાતમાં વર્ગ વિગ્રહ કરવાની કોશિશ કરી રહી છે. બે સમાજના લોકોને લડાવવાનું વિરોધીઓનું ષડયંત્ર છે. પરંતુ ગુજરાતમાં મતદારો ભાજપ સાથે અડીખમ છે, દરેક બેઠકો મોટી લીડથી જીતીશું.