Gujarat

ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા જિલ્લામાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર જિલ્લાની વિવિધ શાળાઓ તેમજ આદિવાસી વિસ્તારમાં ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં અંધશ્રદ્ધા ફેલાઈ હોય છે જેને નિવારણનો કાર્યક્રમ દર વર્ષે જિલ્લામાં વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે.
જેના નિષ્ણાત શ્રી અરવિંદભાઈ પંચાલ દ્વારા વિજ્ઞાનને લગતા અલગ અલગ પ્રયોગો બતાવી તેમની અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.શાળાના બાળકોને વિવિધ પ્રયોગો બતાવી તેના વિષે અવગત કરવામાં આવ્યા હતા.જિલ્લા કો ઓર્ડીનેટર શ્રી ઇન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ સ્ટાફ મિત્રોના આયોજન દ્વારા આ સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.