પોલીસ વિભાગ દ્વારા જિલ્લા મથક ભુજ અને પશ્વિમ વિભાગમાં નિયમભંગ કરતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી અંતર્ગત વાહન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભુજ તેમજ પશ્વિમ વિભાગ ના તાલુકા મથકોએ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ અન્યવે વાહન ચાલકો સામે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી.

જિલ્લા પોલીસ મહાનિરિક્ષક ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં તમામ તાલુકા મથક તેમજ ભુજ શહેર વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ્સ ઉપર કલાક સાંજના 5 વાગ્યાથી રાત્રિના 9 કલાક સુધી વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરવા માટે મેગા ડ્રાઇવનું આયોજન કરાયું હતું.

જેમાં ડીવાયએસપી, એલસી બી, એસઓજી, તમામ પોલીસ ઈન્સપેક્ટર , પો સબ ઇન્સ, જિલ્લા ટ્રાફિક , સીટી ટ્રાફિક , પેરોલ ફર્લો દ્વારા ભુજની શેખપીર ચોકડીથી છેક મિરજાપર સુધીના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આજ પ્રકારે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના તાલુકા તથા હોમ ટાઉનના એન્ટ્રી એક્સિટ પોઈન્ટ પર વાહનો ચેક કરવામાં આવ્યાં હતા.