Gujarat

ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કેટલાક NGOના મૌન પર ચિંતા વ્યક્ત કરી

ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરે, ગત ૯ ઓગસ્ટના રોજ કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજ અને હૉસ્પિટલમાં એક તાલીમાર્થી ડોક્ટર સાથે ક્રૂર બળાત્કાર અને હત્યાના કેસમાં કથિત મૌન માટે કેટલીક બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ)ની ટીકા કરી હતી. આ સાથે તેણે કોલકાતામાં એક જુનિયર ડોક્ટર સાથે કથિત બળાત્કાર અને હત્યાની ઘટનાને ૨૦૧૨માં ર્નિભયાની ઘટના કરતાં પણ વધુ બર્બર ગણાવી છે.

ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કહ્યું કે, દેશે એવી સલામત અને વ્યવસ્થિત પ્રક્રિયા અપનાવવી પડશે કે, માનવતાની સેવામાં લાગેલા કોઈપણ વિસ્તારના લોકોને કોઈ ખતરો ન હોય. ઉત્તરાખંડના ઋષિકેશમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ આયોજિત કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, વર્ષ ૨૦૧૨માં ર્નિભયા જેવી ઘટના બની હતી, આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો અને આ ઘટના બાદ કાયદામાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવ્યો હતો.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, આખી દુનિયા આપણી તરફ જાેઈ રહી છે. જે દેશ આખી દુનિયાને નેતૃત્વ આપી રહ્યો છે અને વસુધૈવ કુટુંબકમની વાત કરી રહ્યો છે, પરંતુ જે દીકરીએ જનતાની સેવા કરવામાં ના તો દિવસ જાેયો છે કે ના રાત. તેની અકલ્પનીય સ્તરની ર્નિદયતા સાથે હત્યા કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર તબીબ વર્ગ, નર્સિંગ સ્ટાફ, આરોગ્ય યોદ્ધાઓ ચિંતિત અને પરેશાન છે.

તેમણે કહ્યું કે આવી બર્બર ઘટનાઓ સમગ્ર સભ્યતા અને દેશને શરમ લાવે છે અને તે આદર્શોને તોડી નાખે છે જેના માટે આપણો દેશ જાણીતો છે. નેશનલ મિલિટરી કોલેજ, દેહરાદૂનમાં બોલતા, ઉપરાષ્ટ્રપતિ ધનખરે કહ્યું કે, ઘણી વખત નાની-નાની ઘટનાઓ પર રસ્તા પર આવી જતી હતી તે કેટલીક એનજીઓ એ હવે મૌન ધારણ કરી લીઘુ છે.

આપણે તેમને પ્રશ્ન કરવો જાેઈએ. તેમનું મૌન ૯ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ ઘૃણાસ્પદ અપરાધ કરનારા લોકોના દોષિત કૃત્યો કરતાં પણ વધુ ખરાબ છે. તેમણે વધુમાં કહ્યું કે જે લોકો રાજકારણ રમવા અને પોતાના ફાયદા માટે સતત એકબીજાને પત્રો લખી રહ્યા છે, તેઓ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવામાં નિષ્ફળ રહ્યા છે.

આ પહેલીવાર નથી જ્યારે ઉપરાષ્ટ્રપતિ ધનખરે કોલકાતા હત્યાકાંડને પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હોય. વધુમાં, ધનખરે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (જીઝ્રમ્છ) ના પ્રમુખ કપિલ સિબ્બલની પણ ટીકા કરી હતી, જેમણે એક અહેવાલ ઠરાવમાં આ ઘટનાને “લાક્ષણિક અસ્વસ્થતા” તરીકે વર્ણવી હતી અને સૂચવ્યું હતું કે આવી ઘટનાઓ સામાન્ય છે.