શહેરના રાધેશ્યામ રેસીડેન્સી ચિત્રા પેટ્રોલ પંપ પાછળ રહેતી વિદ્યાથની પિતાના આઘાતમાંથી બહાર આવી નહતી અને આજે સવારે એકટીવા લઈને સ્કૂલે જતી હતી ત્યારે શિક્ષક સોસાયટીના નાકે ઇકો ગાડીએ અડફેટે લેતાં વિદ્યાથનીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું. આ કરુણાંતિકા ની પ્રાપ્ત થતી વિગત અનુસાર ભાવનગર શહેરના રાધેશ્યામ રેસીડેન્સી ચિત્રા પેટ્રોલ પંપ પાછળ રહેતા સંદીપભાઈ બારીયા ૧૮ વર્ષની પુત્રી ઝીલ આજે સવારે સાડા સાત કલાકે સ્કૂલે જવા માટે એકટીવા લઈને નીકળી હતી.
હજુતો પિતાના મૃત્યુનો માંડ તેર દિવસ થયા હતા.અને આઘાતમાંથી બહાર આવી વિદ્યાથની ઝીલ સ્કૂલ તરફ આગળ વધી રહી હતી ત્યારે ભવનાથ મંદિર પાસે આવેલ શિક્ષક સોસાયટીના નાકા પાસે સામેથી આવી રહેલ ઇકો ગાડી નંબર જીજે ૧૪ બીડી ૩૯૭૯ નાં ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી વિદ્યાથનીને ધડાકા સાથે અડફેટે લેતાં વિદ્યાથનીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જ્યાં ફરજ પરના તબીબે વિદ્યાથનીને મૃત જાહેર કરી હતી આ બનાવ સંદર્ભે પરેશભાઈ કાંતિભાઈ મકવાણાએ ઇકો ચાલક વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પિતાના નિધન બાદ વિદ્યાથની અને માતા નાનીના ઘરે બેંક કોલોની ખાતે ગયા હતા.અને મૃતક ઝીલ બેંક કોલોની માથી એકટીવા લઈને સ્કૂલે જતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. માત્ર તેર દિવસના અંતરે પિતાની પાછલ પુત્રીએ અનંતની વાટ પકડી હતી.પરિવારમાં એક સાથે બે મૃત્યુ થવાથી શોકમાં ગરકાવ થઈ ગયો છે.