વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ‘વિકાસ સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે, ત્યારે રાજકોટ જિલ્લામાં કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ગોંડલ શહેરમાં વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કક્ષાની આ વિકાસ પદયાત્રા ગોંડલ શહેરના સંગ્રામસિંહજી હાઈસ્કૂલથી શરૂ થઈ હતી અને સેન્ટ્રલ સિનેમા, ગુલમહોર રોડ, ભુવનેશ્વરી રોડ, શ્યામવાડીથી પેલેસ રોડ થઈ અને સંગ્રામસિંહજી હાઇસ્કુલ ખાતે પૂર્ણ થઈ હતી. આ વિકાસયાત્રામાં આઈ.ટી.આઈ., એમ.બી.કોલેજ, એન.સી.સી. શહેરની શાળા કોલેજના વિદ્યાર્થીઓ, પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા. બેન્ડના સથવારે જિલ્લા કક્ષાની પદયાત્રા પૂર્ણ થઈ હતી.

ઉપરાંત ગોંડલ પ્રાંત અધિકારી શ્રી રાહુલ ગમારા, નગરપાલિકાના પ્રમુખશ્રી તથા કારોબારી ચેરમેનશ્રી, મામલતદાર શ્રી ગોંડલ દીપક ભટ્ટ, ગોંડલ ગ્રામ્ય મામલતદાર શ્રી રાહુલ ડોડીયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલન ઉકાવાલા, ચીફ ઓફિસર શ્રી વ્યાસ, ગોંડલ બી ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી ગોસાઈ, બ્લોક હેલ્થ ઓફિસર શ્રી ગોયલ, જિલ્લા રમત અધિકારી સુશ્રી રમાબેન મદ્રા તેમજ વિવિધ સરકારી કચેરીનો સ્ટાફ જોડાયો હતો.

