Gujarat

વીરપુર ગામે આઝાદીની આટલા વર્ષો પછી રસ્તાઓથી વંચિત

છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામે આવેલ વીરપુર ગામે આઝાદીની આટલા વર્ષો પછી રસ્તાઓથી વંચિત છે. વીરપુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં બાળકોને પોહ્ચવા માટે ભારજ નદી માંથી પસાર થવું પડે છે. ચોમાસાના ચાર મહિના વાલીઓ બાળકોને નદી ઉતારવા આવે છે. જયારે શિક્ષકો પણ મહા મુસીબતે શાળાએ પોહચે છે.
 
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના છેવાડાનું ગામ એટલે વીરપુર આ ગામમાં પોહ્ચવા માટે બે કિલોમીટરનો કાચો રસ્તો છે. જયારે ડુંગરની તરેંટીની વચ્ચે વસેલું ગામ આઝાદીના આટલા વર્ષોથી પણ રસ્તાથી વંચિત છે. જયારે આ પ્રાથમિક શાળા ધોરણ 1થી 8ની છે. 100થી વધુ બાળકો અભ્યાસ કરે છે. ત્યારે તેવોને શાળાએ આવા માટે નદી ઓળગીને આવું પડે છે. જયારે પાણી વધારે આવી જાય ત્યારે વાલીઓ પણ ચિંતામાં મુકાઈ છે.
કારણ કે નદીના સામે કિનારાના પટેલ ફળિયાના 60થી વઘુ બાળકો શાળાએ આવતા હોવાથી તેઓને પરેશાનીનો સામનો કરવો પડે છે. અને અમુક વાર પાણી વધી જતા બાળકોને શાળા એજ બેસી રહેવાનો વારો આવતો હોય છે. અને જયારે વધુ વરસાદ પડે અને નદીમાં પાણી આવી જાય તો શિક્ષકોને શાળા એજ રોકાઈ જવું પડે છે. આવી સ્થિતિમાં શિક્ષકો ચોમાસાના ચાર મહિના ફરજ બજાવે છે. જયારે સરકાર છેવાડાના આદિવાસી વિસ્તારના બાળકોને ચિંતા કરે તે ખુબ જરૂરી બન્યું છે.
પ્રાથમિક શાળાથી મેન રોડનો બે કિલોમીટરનો કાચો રસ્તો છે. તેમાં 108 એમ્બ્યુલસ પણ આવી શકે તેમ નથી. ગામના લોકોએ આઝાદીના આટલા વર્ષો વીત્યા બાદ પણ આ ગામમા એસ.ટી.બસ પોંહચીયા નથી. ત્યારે કાચો રસ્તો હોવાથી ચોમાસાના ચાર મહિના જરૂરી ચીજ વસ્તુઓ લઇ જવામાં ભારે મુશ્કેલી પડે છે. આદિવાસી બાળકોને ચિંતા કરતી સરકાર આ વિસ્તારના બાળકોને ક્યારે મુશ્કેલી દૂર કરશે તે તો જોવાનું રહ્યું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર