Gujarat

વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ભગવા ગ્રુપ ભોલેનાથકા નામના સાધુઓના મંડળ દ્વારા

જેતપુર નગરપાલિકા તેમજ પોલીસ સ્ટેશને એક આવેદનપત્ર આપી શહેરમાં મંદિરોના માર્ગો પર, રહેણાંક વિસ્તારોમાં, જ્યાં જોઈએ ત્યાં કેબીનો, લારીઓમાં તેમજ દુકાનોમાં ખુલ્લી ગયેલ ગેરકાયદેસર કતલખાના અને નોનવેજની હોટલો ત્વરિત બંધ કરાવવા માંગ કરી હતી.
               વિશ્વ હિન્દુ પરિષદ અને ભગવા ગ્રુપ ભોલેનાથકા નામના સાધુઓના એક મંડળ દ્વારા આજે જેતપુર નગરપાલિકા તેમજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને એક આવેદનપત્ર આપેલ હતું. આ આવેદનપત્રમાં રજુઆત કરેલ કે, જેતપુર શહેર ધાર્મિક નગરી છે અને આ નગરીમાં જે રોડ કે વિસ્તારમાં જાવ ત્યાં રોડ પર માંસ મટનની કેબીનો, લારીઓ તેમજ દુકાનો ખુલ્લી ગઈ છે. જેમાં શહેરના જીઆઇડિસી, રબારીકા રોડ, સામા કાંઠો, ઉદ્યોગનગર, વડલી ચોક મુખ્ય રોડ, ચાંપરાજપુર રોડ, ખીરસરા રોડ, ન્યુ ખટાઉ ડાંઈગ પાસે, રબારીકા પુલ ઉપર, ધોરાજી રોડ, બોખલા દરવાજા, નવા દરવાજા, હુશૈની ચોક, બુંબીયા શેરી, નવાગઢ મેઈન રોડ વિગેરે વિસ્તારમાં મુખ્ય વિસ્તારો છે.
            ગેરકાયદેસર કતલખાનાઓ દ્વારા પશુ, પક્ષીની કતલ કર્યા બાદ તેના વધેલા અવયવો મુરઘીના પીંછાઓ ચંદ્રમોલેશ્વર મંદિર પાસે વોંકળામાં, કેરાળેશ્વર મહાદેવ મંદિરે જવાના જુના રેલ્વેના પુલ નીચે ભાદર નદીમાં વગેરે જગ્યાએ નાખવામાં આવે છે જેને કારણે મંદિરે દર્શને જતા ભાવિકોના પગ નીચે પણ પશુઓનું લોહી, માંસ આવે છે તેમજ વોકળામાં ફેંકેલા માંસના અવયવોની માથું ફાટી જાય તેવી દુર્ગંધ પણ આવતી હોય ભાવિકોની ધાર્મીક લાગણી દુભાય છે.
             હિન્દુઓની લાગણી દુભાય તેવા ગેરકાયદેસર કતલખાનાઓ સામે વિહિપ જિલ્લા ઉપાધ્યક્ષ કનુભાઈ લાલુએ ઉગ્ર વિરોધ નોંધાવી સરકારી જમીનો પર દબાણ રૂપી આવી ગેરકાયદેસર હાટડાઓ તાત્કાલિક બંધ કરાવી
કેબીનો/લારીઓ જપ્ત કરવા તેમજ દુકાનો સીલ કરવાનીની માંગ કરી છે. અને દોઢ મહિના પૂર્વે ભગવા ગ્રુપ દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર આપેલ તેમાં દેખાવ પૂરતી જ કામગીરી કરેલ જેની સામે ચીમકી મારી ગેરકાયદેસર કતલખાના અને નોનવેજના હાટડાઓ બંધ કરવામાં નહિ આવે તો પ્રશાસન સામે ઉગ્ર આંદોલન ચલાવવાની પણ ચીમકી આપી હતી.