Gujarat

સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનના વિસ્તારના ફીફાદ ગામેથી રસ્તામા પડી ગયેલ મોબાઇલ શોઘી મુળ માલીકને પરત સોપતી વંડા પોલીસ ટીમ.

અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબ તથા સાવરકુંડલા વિભાગ, સાવરકુંડલા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબ દ્વારા મોબાઇલ ચોરી તથા અરજદાર દ્વારા ભુલથી પડી ગયેલ મોબાઇલ શોધી કાઢી પરત સોપવા જરૂરી કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે વંડા પો.સ્ટે પો.સબ.ઇન્સ કે.એમ.મોરીની સુચના અને માર્ગદર્શન હેઠળ વંડા પોલીસ ટીમ ફીફાદ ગામે અરજદાર ગારીયાધાર થી ફીફાદ ગામે આવતા હોય ત્યારે ફીફાદ ગામ પાસે રસ્તા મા પોતાનો મોબાઇલ પડી ગયેલ હોય જેની જાણ વંડા પોલીસ સ્ટેશન ખાતે કરેલ હોય જેથી અરજદારની રજુઆત આધારે હયુમનસોર્સ તથા સી.સી.ટી.વી કેમરાની મદદથી મોબાઇલ શોધી કાઢી અરજદારને પરત સોપી આપેલ આ કામગીરી વંડા પોસ્ટે ના પો.સબ.ઇન્સ કે.એમ.મોરી સા ના માર્ગદર્શન નીચે હેડ કોન્સ સી.એમ.ડાભી તથા હેડ.કોન્સ ડી.બી નિમાવત તથા હેડ.કોન્સ એમ.વાય.જાડેજા તથા પો.કોન્સ યુવરાજસિંહ ગોહીલ દ્વારા કરવામાં આવેલ છે  એમ અમીતગીરી ગોસ્વામી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું