Gujarat

વડિયા કૌશિક વેકરીયા એ વચન પાળ્યુ, વડિયા ના વિદ્યાર્થીઓ માટે સરકારી કોલેજ ની મંજૂરી કરાવી દિવાળી ભેટ આપી

સરકારી કોલેજ મંજુર થઈ ઉચ્ચ શિક્ષણનો વર્ષો જૂનો પ્રશ્રપૂર્ણ થયો, યુવાનોમાં હરખની હેલી

ચૂંટણી સમયે કોલેજ મંજુર કરાવવાનુ વચન આપ્યું હતુ

હવે વડિયા વિસ્તાર ના વિદ્યાર્થીઓને અન્ય તાલુકા માં અભ્યાસ અર્થે જવું નહિ પડે વડિયા માં સરકારી આર્ટ્સ,કોમર્સ અને સાયન્સ ત્રણેય પ્રવાહ ની કોલેજ ને રાજ્ય સરકારે મંજૂરી આપી.

ગુજરાતની વર્તમાન સરકાર રાજ્યમાં શિક્ષણ ના સ્તર ને સુધારવા અને સુવિધાઓ વધારવા માટે સતત પ્રયત્ન શીલ છે ત્યારે અમરેલી જિલ્લા ના એક માત્ર તાલુકા મથક એવા વડિયા માં છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાન્ટેડ કોલેજ બંધ થયા બાદ કોઈ ઉચ્ચ શિક્ષણની સુવિધાઓનો અભાવ હતો. ઉચ્ચ શિક્ષણ ની સુવિધાઓ ને અભાવે વડિયા વિસ્તાર ના બાળકો જેતપુર, બગસરા, ભેસાણ, ગોંડલ, અમરેલી સુધી કોલેજના અભ્યાસ માટે અપડાઉન કરવા મજબુર બનતા હતા ત્યારે ચૂંટણી સમયે અમરેલી વિધાનસભા ના જાગૃત ધારાસભ્ય એવા કૌશિક વેકરીયા આ મત વિસ્તાર ના ઉમેદવાર બનતા તેમણે મત માંગતા સમયે આ વિસ્તારના પ્રાણ પ્રશ્ન ઉચ્ચ શિક્ષણ ની સુવિધાઓના અભાવ બાબતે લોકોએ રજુવાત કરતા તેને વડિયા ને કોલેજની સુવિધાઓ અપાવવા નુ વચન આપ્યું હતુ તે વચન તેને સરકાર ના શિક્ષણ વિભાગ રજુવાત કરી વડિયા વિસ્તાર માટે ખાસ કેસ માં વડિયા માં સરકારી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ એમ ત્રણેય પ્રવાહ માટે કોલેજની મંજૂરી અપાવી પૂર્ણ કરતા વડિયા વિસ્તાર ના વિદ્યાર્થીઓનો ઉચ્ચ શિક્ષણ નો મહત્વ નો પ્રાણ પ્રશ્ન પૂર્ણ કરતા સમગ્ર પંથક માં ખુશીની લહેર છવાઈ છે.

વડિયા વિસ્તાર માં છેલ્લા ઘણા વર્ષો થી ઉચ્ચ શિક્ષણ માટે આ વિસ્તાર ના વિધાર્થીઓને પડતી હાલાકી હવે દૂર થશે અને આ વિસ્તાર ના વિદ્યાર્થીને હવે ઉચ્ચ શિક્ષણ માટે અન્ય જિલ્લા કે તાલુકા માં અપડાઉન કરવા મજરૂર બનવું નહિ પડે અને આ સુવિધાઓ હવે ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ એવા કોલેજ ની સુવિધાઓ પ્રાપ્ત થશે ત્યારે સમગ્ર પંથક માંથી હાલ આ વિસ્તાર ના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા પર અભિનંદન ની વર્ષા થતી જોવા મળી રહી છે અને ધારાસભ્ય એ આપેલું વચન પાળી બતાવ્યું તેવુ લોકમુખે સાંભળવા મળી રહ્યું છે.

આ તકે ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક એવા કૌશિક વેકરીયા નો સંપર્ક કરતા તેમણે રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષા ના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા નો આભાર માન્યો હતો અને વડિયા વિસ્તાર ના લોકોને દિવાળી ની સૌથી મહત્વ ની શિક્ષણ માટેની ભેટ આપ્યા નુ જણાવ્યું હતુ.તો બીજી બાજુ સમગ્ર વિસ્તાર ના આગેવાનો, લોકો અને યુવાનો પણ ધારાસભ્ય નો આભાર માની તેમણે અભિનંદન આપતા જોવા મળ્યા હતા.