પ્રાચી- સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપર વૃક્ષો વાવવા સામાજિક કાર્યકર જાદવભાઈ ચુડાસમા ની અપીલ….
.સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપર તથા મંદિર ગામના પાદર તથા સ્મશાન તથા સરકારી પડતર જમીન વગેરેમાં વૃક્ષો વાવવા સામાજિક કાર્યકર જાદવભાઈ ચુડાસમા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે તેઓ જણાવ્યું હતું કે પાણી વગર માણસ કલાક સુધી જીવી શકે છે પરંતુ પ્રાણ વાયુ વગર માણસ મિનિટ પણ જીવી શકતો નથી એ પ્રાણ વાયુ આપણને આપે છે કોણ? આવો કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે ખરો? એ વૃક્ષ જ આપે છે અને એ જ વૃક્ષનું આપણે નિકંદન કાઢી નાખ્યું છે તો આવો ફરીથી આપણા સહિયારા પુરુષાર્થથી વૃક્ષો આવીને તેનું જતન કરીએ આજે પડતી અસહ્ય ગરમી તાપમાનનો પારો 45 થી 50 ડિગ્રીએ પહોંચી ગયો છે ત્યારે માણસ પશુ પક્ષી તમામ ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે જો 50 ડિગ્રીમાં પણ જો વૃક્ષ નીચે તમે બેસો એટલે તમને એ શીતળ છાંયડો આપે છે અસહ્ય ગરમીમાં તમને રાહત આપે છે ઠંડક આપે છે શાંતિ આપે ત્યારે તાપમાન તો છે જ પણ વૃક્ષ નીચે આવવાથી જો તાપમાનથી બચી શકાતું હોય તો આ વૃક્ષ માં ૫૦ ડિગ્રી તાપમાન સહન કરીને જીવ માત્ર ને ઠંડક પ્રદાન કરે આ વૃક્ષ પરોપકારનું કામ કરે છે આપણને પ્રાણ વાયુ આપે ફળ આપે ફૂલ આપે લાકડું આપે સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી શોષીને વાતાવરણને શુદ્ધિકરણ કરે માનવ પશુ-પક્ષી જીવજંતુ તમામ સજીવને ફાયદાકારક વૃક્ષ છે તો આ વૃક્ષ આપણને ડગલેને પગલે જો કામ લાગતું હોય પ્રાણજીવન આપે તો ચાલો આપણે વૃક્ષો વાવીને તેમનુ જતન કરીએ હાલ ના સમયમાં આપણે 50 હજાર નું એસી લેશુ પરંતુ 50 રૂપિયાનું વૃક્ષ નહીં વાવીએ પાંચ વૃક્ષ નહીં વાવીએ એસી તો માત્ર આપણા અને આપણા કુટુંબ પૂરતું જ સીમિત રહેશે અને ઠંડક માત્ર આપે છે એ પણ લાઈટ બિલ વધારીને જ્યારે વૃક્ષ તો તમામ માનવ જીવ જંતુ પશુ પક્ષી ને ઠંડક અને શીતળ શાંતિ આપે છે તો કયું શ્રેષ્ઠ છે એ આપણે વિચારવું જોઈએ તો આજે સંકલ્પ લઈએ ચોમાસુ નજીક આવે છે દરેક ભાઈ બહેનો પાંચ પાંચ વૃક્ષ વાવી તેમનુ જતન કરીએ અને પ્રકૃતિ પ્રેમી બની અને પરોપકારનું કામ કરીએ અને આપણે અને આપણી પેઢીને શુદ્ધ ઓક્સિજન માટે સંકલ્પિત થઈએ જે ઓક્સિજન માટે કોરોના મહામારીમાં રૂપિયા દેતા ઓક્સિજન નહોતું મળતું તે મફતમાં વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે ને તો આવો સંકલ્પિત થઈને સહિયારો પુરુષાર્થ કરીએ એક સમસ્યા ની આપને વાત કરવી છે

સોમનાથ ભાવનગર હાઈવે રોડ બની રહ્યો છે ત્યારે આ હાઈવે રોડ ઉપરથી હજારો વૃક્ષો કાપી નાખ્યા છે ત્યારે હાઇવે ઓર્થોરિટીઝ અને મારી અપીલ છે સાથે દરેક લોકોને મારી અપીલ છે તથા સરકારશ્રીને મારી અપીલ છે તે હાઇવે સાઈડમાં ફરીથી વૃક્ષોનું વાવેતર થાય એમનુ જતન થાય એવો પ્રયાસ પણ સરકારશ્રી તથા હાઇવે ઓર્થોરાઇટિઝ અધિકારીઓએ કરવો જોઈએ જેથી હજારો વૃક્ષો ફરીથી લહેરાઈ શકે તેમ છે આપ વૃક્ષ વાવીને નીચેના મોબાઈલ નંબર ઉપર નોંધ પણ કરાવો જેથી આપનું વૃક્ષ ગંગા અભિયાન થી આપણે કેટલા વૃક્ષોનું વાવેતર થયું તેની જાણ થાય તેવું અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા સ્વ.રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ તથા શ્રી સદગુરુ નેત્ર નિદાન કેમ્પ સેવા સમિતિ તથા સામાજિક કાર્યકર જાદવભાઈ ઉકાભાઇ ચુડાસમા પ્રાંચી તીર્થ મોબાઈલ નંબર 99785 23182 અનુરોધ કરવામાં આવ્યો છે

