સાવરકુંડલા નજીક આવેલ માનવ મદિર મનોરોગી આશ્રમ ખાતે હાલ મનોરોગી બહેનોની સારસંભાળ રાખતાં અહીંના સંત ભક્તિરામબાપુએ ૩૭ વર્ષ સુધી લોકોને રામકથાનું રસપાન કરાવ્યું અને છેલ્લા અગિયાર વર્ષથી હાથશણી રોડ પર માનવમંદિર નામની મનોરોગી બહેના આશ્રમ સ્થાન ચલાલતા જોવા મળે છે. પૂ. ભક્તિરામબાપુના અભિપ્રાય મુજબ રામાયણની દરેક ચોપાઈ મંત્ર છે જેનું પઠન શ્રવણ કરવાની અદભુત ઉર્જા પ્રાપ્ત થાય છે .આ આશ્રમમાં વર્ષમાં બે વખત રામાયણના અખંડ પાઠ કરવામાં આવે છે જે પાઠ કરવા કોડીનારથી કાંતિભાઈ પઢીયારની ટીમ સેવામાં આવે છે.જે અહીંની મનોરોગી બહેનો સમક્ષ રામાયણ પાઠ કરે છે.આ પ્રયોગથી બહેનોને ખૂબ સારી પોઝીટીવ અને દિવ્ય લાઈબ્રેશનની અસરો જોવા મળી છે.આમ અહીં નિવાસ કરતી ૬૨ મનોરોગી બહેનોમાં મહત્વની પોઝિટિવ ઉર્જાની અસરો થઈ છે.અને કદાચ આ કારણે આ આશ્રમની ૧૧૮ પાગલ બહેનો સાજી થઈ સમાજમાં પુનઃ સ્થાપિત થઈ છે. જો કે આમાં વિવિધ ચિકિત્સા અને પ્રયોગોનું પરિણામ પણ ભાગ ભજવતું હશે. અહીંયા સમાજમાં રખડતી ભટકતી નિરાધાર પાગલ બહેનોને પોલીસ મુકવા આવે છે એમને વિનામૂલ્યે દાખલ કરવામાં આવે છે.વાત કદાચ નાની દેખાતી હશે પરંતુ અતિ મહત્વની સેવા અને સાહસ છે જે આજે છેલ્લા ૧૧ વર્ષથી આ આશ્રમ ચાલી રહ્યો છે જેના પાલકપિતા કથાકાર રામાયણી ભક્તિરામબાપુએ રામાયણ ચોપાઈઓ દ્વારા આશ્રમમાં રામકૃપા મેળવી છે…