દેવભૂમિ દ્વારકા જિલ્લાના 584 વસ્તી ધરાવતા ચાંદવડ ગામમાં બાળકોને શિક્ષણમાં સારી સુવિધા મળી રહે તે માટે શાળામાં વાઇફાઇ ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમ ગામના સરપંચ ગોગનભાઈ કરમુરે. જણાવ્યું હતું.
વધુમાં તેણે જણાવ્યું હતું કે ગામના લોકોને પાણી ભરવા માટે દૂર જવું ન પડે તે માટે ઘરે ઘરે નળ કનેક્શન નાખવામાં આવ્યા છે આ ઉપરાંત ગામમાં પાણીની અછત ન સર્જાય તે માટે પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે આ ઉપરાંત આઠ ચેકડેમ અને કોઝવે બનાવવામાં આવ્યા છે.
ગામના લોકોને આવાગમન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે ગામમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શોચાલય બનાવવામાં આવ્યા છે. ગામમાં હરિયાળી બની રહે તે માટે સમયાંતરે વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે.
ગામમાં સમયે તરત પશુઓ માટે આરોગ્ય કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે આ ઉપરાંત લોકો માટે પણ આરોગ્ય કેમ્પ યોજાઇ રહ્યા છે રાત્રે દરમિયાન ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં સ્ટ્રીટલાઈટ નાખવામાં આવી છે.