Gujarat

વિલ જેક્સએ ૪૧ બોલમાં ૯ સિક્સરની મદદથી પોતાની સદી પૂરી કરી

રોહિત શર્માએ તાજેતરમાં અફઘાનિસ્તાન સામે તોફાની સદી ફટકારીને ચર્ચામાં છે. તેની ઈનિંગ્સ એટલી શાનદાર હતી કે બધા જાેતા જ રહી ગયા. પરંતુ હવે વિરાટ કોહલીના કરતા પણ વધુ ખતરનાક ઈનિંગ રમી છે. આ પ્લેયર વિલ જેક્સ છે, જેણે પ્રિટોરિયા કેપિટલ્સ માટે તોફાની સદી ફટકારી અને પોતાની ટીમને ડરબન સુપર જાયન્ટ્‌સ સામે શાનદાર જીત અપાવી. વિલ જેક્સ ૈંઁન્ ૨૦૨૪માં ઇઝ્રમ્ તરફથી રમે છે. વિલ જેકસે આઈપીએલ પહેલા આ ટુર્નામેન્ટમાં માત્ર ૪૨ બોલમાં ૧૦૧ રન બનાવીને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.

સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કની પીચ બેટિંગ માટે સારી નહોતી પરંતુ વિલ જેક્સે શાનદાર બેટિંગ કરી હતી. આ ખેલાડીએ પોતાની આગવી શૈલીમાં ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. જેક્સના બેટમાંથી સતત છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ થયો હતો. તેણે ૯મી ઓવરમાં તેની અડધી સદી પૂરી કરી હતી અને પચાસ રન સુધીમાં તેણે ૮ બાઉન્ડ્રી ફટકારી હતી. માત્ર ૨૩ બોલમાં તેણે પોતાની અડધી સદી પૂરી કરી હતી. જેક્સે તેની અડધી સદી બાદ તેની બેટિંગ વધુ તીવ્ર બનાવી અને માત્ર ૪૧ બોલમાં ૯ સિક્સરની મદદથી પોતાની સદી પૂરી કરી.

વિલ જેક્સના દમ પર પ્રિટોરિયાની ટીમ ૨૦૪ રન સુધી પહોંચી અને જવાબમાં ડરબન ૨૦ ઓવરમાં ૧૮૭ રન જ બનાવી શકી. ડરબન પાસે ડી કોક, માયર્સ, હેનરિક ક્લાસેન, સ્ટોઈનીસ, જાેન સ્મટ્‌સ જેવા વિસ્ફોટક બેટ્‌સમેન હતા પરંતુ તેઓ ટીમને લક્ષ્ય સુધી લઈ જઈ શક્યા ન હતા. તમને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટમાં ડરબનની આ પહેલી હાર છે, જ્યારે પ્રિટોરિયાએ ૩ મેચમાં પ્રથમ જીત નોંધાવી છે. પ્રિટોરિયા આશા રાખશે કે વિલ જેક્સ તેનું ફોર્મ ચાલુ રાખશે અને પોઈન્ટ ટેબલમાં ટીમની સ્થિતિ સુધારશે. પાર્લ રોયલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે.

File-01-Page-18-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *