Gujarat

બોરસદ ખાતે મહિલા દિન ઉજવાયો

વર્ષ – 2024 માટે ‘ ઇન્સ્પાયર ઇન્ક્લુઝન ‘ એટલે કે મહિલાઓના મહત્વને સમજવા માટે લોકોને જાગૃત કરવા જેવા આંતરરાષ્ટ્રિય થીમ પર તા. 8મી માર્ચથી દેશ દુનિયામાં જુદીજુદી રીતે મહિલાદિનની ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા. 10મી માર્ચના રોજ સેંટ ઝેવિયર્સ સ્કુલ બોરસદ ખાતે મહિલાદિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુજરાત સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી પેટલાદ વિભાગના કાઉંસીલર ચેતનાબેન ડાભી, એડવોકેટ સુરેશભાઇ પરમાર, એડવોકેટ આરીફાબેન, પ્રિયંકાબેન મકવાણા તથા આશાદીપના મદદનીશ નિયામક હસમુખ ક્રિશ્ચિયને અતિથિ વિશેષ તરીકે હાજરી આપીને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આશાદીપના નિયામક જોન પરમારે પત્રના માધ્યમથી આજના દિવસને અનુરૂપ સંદેશો પાઠવ્યો હતો. પ્રસ્તુત ઉજવણીમાં  ગુડેલ, નવી આખડોલ, વડોલા, નગરા, બામણગામ, સારોલ, કઠોલ, ઝારોલા, નિસરાયા, પીપળી, વાસણા, દહેમી અને બોરસદ જેવા વિસ્તારોમાંથી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનું સઘળું સંચાલન આશાદીપના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.