Gujarat

રાજકોટમાં સરકારી ઇજનેરી કોલેજ ખાતે ‘માઇક્રો, સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઇઝીસ અને નેટ ઝીરો રેડીનેસ’ અંગે વર્કશોપ યોજાયો

ઉદ્યોગોને કાર્બન ઉત્સર્જન અંતર્ગત વધારે કાર્યક્ષમ બનાવવા અને

ગ્રીન ક્રેડિટ વધારવા અંગે માર્ગદર્શન અપાયુ

ભારતની નેટ ઝીરો પોલીસી ૨૦૭૦ને સફળ બનાવવા માટે એમ.એસ.એમ.ઈ.નો રોલ ખુબ જ મહત્વનો રહેશે સંદિપ નાયકપ્રોફસરઆઈ.આઇ.ટી.ગોવાના પ્રોફેસર (રીટાયર્ડ આઇ.એ.એસ.)

રાજકોટમાં સરકારી ઇજનેરી કોલેજ, કણકોટ ખાતે ‘માઇક્રો, સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઇઝીસ (MSMEs) અને નેટ ઝીરો રેડીનેસ અને વિકસિત ભારત’ અંગે વર્કશોપ આઈ.આઇ.ટી., ગોવાના પ્રોફેસર (રીટાયર્ડ આઇ.એ.એસ.) શ્રી સુદીપ કે. નાયકની અધ્યક્ષતામાં યોજાયો હતો.

  

આ પ્રસંગે એન.એસ.આઈ.સીના જનરલ મેનેજર શ્રી યુ કે કોહલીએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં  એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોએ પોતાની ટ્રેડિશનલ પ્રોડક્ટને બદલે સસ્ટેનેબલ પ્રોડક્ટ પર ધ્યાન આપવું પડશે. નેટ ઝીરો દ્વારા ભારતને આર્થિક મહાસત્તા બનાવાનું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તમામ દેશવાસીઓનું સપનું સાકાર થશે.

રાજકોટમાં અંદાજે ૧૦ હજાર જેટલી ફાઉન્ડ્રી છે, જે હવે કોલસાની બદલે ઈલેક્ટ્ર્રીકસીટી અને સોલાર ઉર્જા થકી નેટ ઝીરો એમીશન સક્રિય બની રહ્યું છે. ઈન્ડ્રસ્ટ્રીઝે નવી ટેકનોલોજીમાં રોકાણ કરવું જોઈએ જેથી દેશના ગ્રીન ફાઈનાન્સમાં વધારો થાય અને સાથોસાથ વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર પર પુરતા પ્રમાણમાં કરવું જોઈએ.

પીજીવીસીએલના સોલાર સેલના એક્ઝીક્યુટીવ મેનેજર શ્રી અરવિંદ તલસાણીયાએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે, નેટ ઝીરો, એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગો અને વિકસિત ભારત વચ્ચે સીઘો સબંધ છે. દેશના તમામ બિઝનેશની સપ્લાય ચેઈનમાં ૯૫% હિસ્સો,  દેશની કૂલ જી.ડી.પીમાં ૩૦% હિસ્સો, દેશના કૂલ નિકાસમાં ૪૯% હિસ્સો અને ૧૧ કરોડ થી વધુ લોકોને એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગો રોજગારી પુરી પાડે છે. એમ.એસ.એમ.ઇ. થકી ઉત્સર્જિત થતા ૧૧૦ મિલીયન ટન કાર્બનનું ઉત્સર્જન ઘટાડવામાં ભારતની નેટ ઝીરો પોલીસી ૨૦૭૦ થકી અગત્યનો ભાગ ભજવશે.આ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પંચામૃત પ્રોગ્રામ સમગ્ર વીશ્વને નેટ ઝીરોના અમલીકરણ માટે પ્રેરણા પુરી પાડે છે. કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૬ સુધીમાં ૨૦ ગીગાવોટ જેટલી રીન્યુએબલ એનર્જીના ઉત્પાદન માટે તથા નેટ ઝીરો માટે ૩૨ લાખ કરોડ રૂ.નું ફાઈનાન્સીંગ કર્યું છે. ગુજરાત સરકારે સોલાર રૂફટોપ યોજના અંતર્ગત  ૩ કિલોવોટની સિસ્ટમ માટે રૂ. ૭૮ હજારની સબસીડી ચુકવે છે. સીડ-બી દ્વારા રૂફટોપ યોજના અંતર્ગત એસ.એમ.ઈ. ઉદ્યોગોને ૧૦૦ સબસીડી પુરી પાડવામાં આવે છે.

શ્રી સુદીપ કે. નાયકે ઉપસ્થિતોને સંબોધતા કહ્યું હતું કે, રાજકોટની એમ.એસ.એમ.ઈ. ઈકો  સપોર્ટ સિસ્ટમ ખુબ જ મહત્વની છે. સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબરનું સાંથી મોટુ એમ.એસ.એમ.ઈ. સેક્ટર રાજકોટ છે. નેટ ઝીરો પોલીસી જેટલી ઝડપથી  એમ.એસ.એમ.ઈ. સેક્ટરમાં અમલી બનશે તેટલી ઝડપથી કાર્બન ન્યુટ્રાલીટી ઘટાડી શકાશે. કોઈપણ વસ્તુને રી-યુઝ અને રી-સાયકલ કરવાથી તેની કાર્બન ફુટપ્રિન્ટ ઓછી થાય છે. આનાથી દેશની અર્થવ્યવસ્થા  મજબુત બનશે. રાજકોટનું એમ.એસ.એમ.ઈ. સેક્ટર નવી ટેકનોલોજી અપનાવવામાં અને ગ્રીન ફાઈનાન્સ મેળવવામાં અગ્રેસર છે. આમાંથી અન્ય લોકોમાંથી પ્રેરણા લઈને એમ.એસ.એમ.ઈ. ઈકો સપોર્ટ સિસ્ટમને મજબુત કરીને શક્ય એટલી ઝડપે નેટ ઝીરો પોલીસીને અમલમાં મુકીને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.

આ વર્કશોપમાં સમગ્ર જિલ્લાના એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગો સાથે સંકળાયેલા નિષ્ણાતો સામેલ થયા હતા. તજજ્ઞો દ્વારા ઉદ્યોગોને કાર્બન ઉત્સર્જન અંતર્ગત વધારે કાર્યક્ષમ બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ નેટ ઝીરો પ્રોસેસને અમલમાં મૂકવાથી ઉદ્યોગો પોતાની પ્રોડક્ટને વધારે પર્યાવરણ અનુકૂળ બનાવી શકે છે તથા યુરોપ અને અમેરિકા માન્ય સ્ટાન્ડર્ડની સરખામણીમાં ભારતીય સ્ટાન્ડર્ડની ગુણવત્તા ઉતકૃષ્ટ છે. ગ્રીન ક્રેડિટ વધારીને ઉદ્યોગની બ્રાન્ડ વેલ્યુ વધારી શકે છે, તેમ શ્રી નાયકે જણાવ્યું હતું.

આ તકે ઈન્ડસ્ટ્રીયલ ઓફિસર શ્રી જયદિપ ફળદુ, એન.એસ.આઈ.સીના ચીફ મેનેજર શ્રી શુભાશિષ દાસ, રીજીયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સુમિત વ્યાસ, એન્જિનિયરીંગ કોલેજના પ્રિન્સિપાલ ડો. કે.જી. મારડીયા, આઈ.સી. ડિપાર્ટમેન્ટના હેડ શ્રી એમ.પી.જાની, કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટના હેડ એસ.એમ.શાહ વિવિધ વિભાગના પ્રોફેસરો, શિક્ષકો, વિદ્યાર્થિઓ અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.