સાવરકુંડલા તાલુકાની શ્રી ધજડી પ્રાથમિક શાળામાં ગીર ફાઉન્ડેશન ગાંધીનગર આયોજિત “વિશ્વ મધમાખી” દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ગીર ફાઉન્ડેશનમાંથી પધારેલ અશોકભાઈ પાંભર દ્વારા વિદ્યાર્થીઓને “મધમાખી” વિશે તેમજ જૈવ સંરક્ષણના મુદ્દા ઉપર માહિતી આપવામાં આવી.
આ કાર્યક્રમમાં ધજડી ગામના સરપંચ , તલાટી કમ મંત્રીશ્રી, શાળાના આચાર્યશ્રી, શાળાના શિક્ષકો તથા બહોળી સંખ્યામાં ધજડી ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયતની સાર્વજનિક જગ્યા પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગીર ફાઉન્ડેશન તરફથી શાળાના બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય રવજીભાઈ બગડા દ્વારા ગીર ફાઉન્ડેશનનો આભાર માનવામાં આવ્યો હતો.
બિપીન પાંધી