Gujarat

ખાંભા તુલસીશ્યામ વન વિભાગ દ્વારા લાસા ગામે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી

લાસા ગામની  પ્રાથમિક શાળા ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યમાં લાસા ગામના સરપંચ રસિકભાઈ ચોવટીયા તથા ગામના આગેવાનો સ્કૂલના પ્રિન્સિપાલ તથા શિક્ષક સ્ટાફ અને શાળામાં અભ્યાસ કરતા ૭૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો ખાંભા તુલસીશ્યામ રેન્જ ના આર.એફ.ઓ. રાજલ પાઠકના માર્ગદર્શન હેઠળ ભાણિયા રાઉન્ડ ફોરેસ્ટર પુરોહિતભાઈ, પીપળવા ફોરેસ્ટર જણકારભાઈ, ફોરેસ્ટ ગાર્ડ કે.ડી.પરમાર,દક્ષાબેન સહિત સ્ટાફ મળી ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ અંતર્ગત વન વિભાગના સ્ટાફ દ્વારા વન તથા વન સંપ્રદાન મહત્વ સમજાવવામાં આવ્યુ હતું
શાળાના બાળકો દ્વારા વન વિશે વક્તવ્ય આપવામાં આવેલ તથા શાળામાં રોપા વિતરણ કરી કાર્યકર્મની ઉજવણી કરવામાં આવી હતી એમ દશરથસિંહની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું