19 મી જૂન એટલે વિશ્વ સિકલ સેલ દિવસ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. જ્યારે છોટાઉદેપુર દરબાર હોલ ખાતે પણ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવા જાગૃતિ આવે જેના માટે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સાંસદની સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ મલકા બેન પટેલ,જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર,જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર ચિરાગ ચોબીસા,જિલ્લા પંચાયત ના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા,છોટાઉદેપુર તાલુકા પંચાયત ના પ્રમુખ કલ્પનાબેન રાઠવા,છોટાઉદેપુર APMC ના ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ નાયકા સહિત અધિકારીઓ કર્મચારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતા. આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ સિકલ સેલ નાબૂદ થાય અને લોકોમાં જાગૃતિ આવે તેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજથી એટલે 16 જૂનથી 3 જુલાઈ સુધી છોટાઉદેપુર જિલ્લામાં સિકલ સેલ નાબૂદ થાય એ માટે જિલ્લામાં જાગૃતિ માટે કાર્યક્રમો કરવામાં આવશે.

