નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકીયા આર્ટસ એન્ડ એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અનુસંધાને કોલેજના વિદ્યાર્થીઓ માટે “યુથ રેડક્રોસ ક્લબ”ની સ્થાપના કરવામાં આવી જેમાં આર્ટસ અને કોમર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ તકે રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહેલ. “યુથ રેડ ક્રોસ ક્લબ”માં નોંધાયેલ તમામ સભ્યોને આજે મેહુલભાઈ વ્યાસ દ્વારા તબીબી સુવિધાને લગતી ખાસ અગત્યની સીપીઆર અને રિકવરી પોઝિશનની એક તાલીમ આપવામાં આવેલ. આ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને આજે શીખવવામાં આવેલ કે એવી કટોકટી કે આપત્તિના સમયમાં તે બેશુદ્ધ કે બેભાન બનેલ વ્યક્તિને અથવા તો જેના હૃદયના ધબકારા મંદ પડી ગયા કે બંધ થઈ ગયા હોય તેમને કેવી રીતે બચાવી શકાય.જે પ્રેક્ટીકલ રીતે સમજાવવામાં આવેલ.આજના સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ એક અગત્યની તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ. આ ક્લબમાં જોડાનાર તમામ વિદ્યાર્થીઓને આવતા દિવસોમાં સર્ટિફિકેટ અને યુથ રેડ ક્રોસ ક્લબનો બેઝ પણ આપવામાં આવશે. આવતીકાલે રેડક્રોસની ડ્રોઈંગ કોમ્પીટીશનનું આયોજન કરેલ છે.જેમાં ” યુથ રેડ ક્રોસ ક્લબ”માં જોડાયેલા આ વિદ્યાર્થીઓ ભાગ લેશે.
કોલેજના પ્રિ.ડો.એસ.સી.રવિયાએ આ તાલીમનું મહત્વ સમજાવતા જણાવેલ કે આગામી સમયમાં વિદ્યાર્થીઓ પોતે કે પોતાના પરિવારને અથવા કોઈ એવી પરિસ્થિતિમાં અન્ય લોકોને પણ મદદરૂપ થઈ શકશે અને આવી તાલીમ દ્વારા આગામી સમયમાં પોતાની આવકના સાધન તરીકે પણ આ આવડતને વિકસાવી શકે.. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોમર્સ વિભાગના ફેકલ્ટી પ્રા.ડૉ.હરેશ દેસરાણી દ્વારા કરવામાં આવેલ તેમજ કોલેજના તમામ સ્ટાફનો સપૂર્ણ સહયોગ મળેલ હતો એમ પાર્થ ગેડીયાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

