સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લા ખુવાઓમાં અવાર નવાર જાનવર પડી જતા હોવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ આજરોજ બનવા પામ્યો હતો. જેમાં વઢવાણ તાલુકાના ખોડુ ગામની સીમમાં શ્વાન રડતુ હોવાનો લોકોને અવાજ આવતો હતો.પરંતુ શ્વાન દેખાતુ ન હતુ. આથી ગામના યુવાનોએ શોધખોળ હાથ ધરતા અવાવરૂ ખાલી કુવામાંથી અવાજ આવતો હતો.
જેમાં જોતા શ્વાન દેખાયુ હતુ. આથી ગામના યુવાનોએ તેને બહાર કાઢવા નક્કી કર્યુ ગાળીયામાં ન આવતુ હોઇ અશોકભાઇ મકવાણા નામના યુવાને કેડે દોરડુ બાંધી હેમંત મકવાણા, હરેશભાઇ પટેલ, મનસાભાઇ પટેલ, અંબારામભાઇ પટેલ, જીગ્નેશભાઇ પટેલ અને ધરમશીભાઇ પટેલ સહિત યુવાનોએ દોરડુ પકડી તેમને અંદર ઉતારી શ્વાન બહાર કાઢવામાં આવ્યુ હતુ.
આ અંગે યુવાનોએ બહાર કાઢતા શ્વાર ડરેલુ જણાયુ અને ત્રણ દિવસથી અંદર હોવાથી ભુખ્યુ તરસ્યુ હોવાથી ભોજન પાણી આપી મુક્ત કરી દેવાયુ હતુ. ત્યારે ખોડુ ગામની સીમના 100 ફુટ ઉંડા ખાડામાં પડેલા શ્વાનને યુવાનોએ બચાવી નવ જીવન આપ્યુ હતુ.